ITIHAAS NA AMARBINDU

happy new year2026 *  

મંગળવાર, 3 જાન્યુઆરી, 2023

            વિયેતનામ નું શિવમંદિર 



દિલ્હીથી લગભગ 3700 કિલોમીટર દૂર એક દેશ છે, જેનું નામ વિયેતનામ છે.


 જો તમારે દિલ્હીથી વિયેતનામ જવું હોય તો વચ્ચે ઓછામાં ઓછા 3 કે 4 દેશો છે.  જેમ કે બાંગ્લાદેશ, મ્યાનમાર, લાઓસ, થાઈલેન્ડ..  આજે વિયેતનામમાં હિન્દુ ધર્મ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે.  જ્યારે આજે પણ વિપુલ પ્રમાણમાં હિંદુ મંદિરો છે.


 આ મંદિર જે તમે તસવીરો દ્વારા જોઈ રહ્યા છો, આ મંદિરનું નામ "માય સન ટેમ્પલ" છે, જે ભગવાન શિવને સમર્પિત મંદિર છે.  આ મંદિરની સત્તાવાર સાઇટ પર પણ, તેને શિવ મંદિર તરીકે જ ઉલેખ કરાયો છે  , અને આ મંદિરની જાળવણીનો ખર્ચ પણ ભારત સરકાર ઉઠાવે છે.  આ મંદિરમાં ખંડિત શિવલિંગ, ખંડિત મૂર્તિઓની ભરમાર છે, આ મંદિર 4થી સદીમાં એટલે કે લગભગ(અંદાજીત) 1600 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.


 આપણે જે  મોટી મોટી ડીંગો મારીએ છીએ ને કે "હસ્તી   મીટતી નહી હમારી".... તેનો જવાબ વિયેતનામ છે, જ્યાં ફક્ત આપણી હસ્તી જ અસ્તિત્વમાં હતી, અને આજે આ મંદિરોમાં દિવો પ્રગટાવવા માટે પણ કોઈ હિંદુ બચ્યો નથી... "


ટિપ્પણીઓ નથી:

jay mataji jay shree ram