ITIHAAS NA AMARBINDU

બે ત્રણ દિવસ ના આરામ પછી આજે અમદાવાદ માં વરસાદી માહોલ-- પાટણ , સિધ્ધપુર માં ધોધમાર વરસાદ - બનાસકાંઠા અને અરવલ્લી માં વરસાદ આગામી ૧૪-૧૫ તારીખે ધોધમાર વરસાદ ની આગાહી *  

શનિવાર, 7 ઑગસ્ટ, 2021

પાંચાળી નો પોકાર

 પાંચાળી નો પોકાર

શું બેઠાં તમે હું તો શરમાઉ છું

થાંભલા આભના પુત્રવધુ થાઉં છું.

અધર્મી સભામાં બહું અકળાઉ છું

પાંચ ધાર્યા પછી હવે પસ્તાવ છું


પાપીઓ આમ આ ચોટલો પકડશે

ધક્કા દઇ આમની તેમની ઢરડશે

પાંડવો પાંપણો ઢાળીને પરખશે 

નોતી ખબર આવા નમાલા નિવડશે

અકલ જાતી રહી સભાસદ આપની

પૂરી ભરાણી ઘડી શું પાપની

બુધ્ધિ મારી ગઈ વયોવૃદ્ધ બાપની

કે ઘડી આવી શું અજબ ઉત્પાતની !

ભારેલો અગ્નિ ઓચિંતો ભભુકશે

વાગડદૌ વાગડદૌ બુગીઓ વગડશે

અટંકા વિરલા જંગમાં ઉપડશે

ભેળું કરેલું કોણ આ ભોગવશે !

કાચ ફુટ્યા પછી કહો શું સાન્ધવુ !

કમર ભાંગ્યા પછી હોય શું કામવુ !

રહે નહીં ખાનારૂ પછી શું રાંધવું !

બાપનું કરીને ભેળું શું બાન્ધવુ !

સમજી જવાય તો હજી પણ સાર છે

અલ્પ છે રોગ ત્યાં સુધી ઉપચાર છે

લાગતો હોય આ જુઠો પ્રચાર તે

તો વાર ઝાઝી નથી મેદાન તૈયાર છે.

              --- પિંગળશીભાઇ ગઢવી


ટિપ્પણીઓ નથી:

વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ અને તેનુ...