Boya का माइक्रोफोन only ₹.785
. . કસુંબીનો રંગ. . . . . . .
જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ--રાજ ૦
બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રી કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ---રાજ૦
દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ---રાજ૦
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીના રંગ;
વહાલી દિલદારાના પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ---રાજ૦
નવલી દુનિયા કેરાં સ્વપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ---રાજ૦
પીડીતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો --- રાજ૦
ધરતીનાં ભુખ્યાં કંગાલાેને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
. બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ---રાજ૦
ઘોળી ઘોળી પ્યાલા ભરીયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરીયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ! ---રાજ૦ ---- ----- ઝવેરચંદ મેઘાણી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો