ITIHAAS NA AMARBINDU

બે ત્રણ દિવસ ના આરામ પછી આજે અમદાવાદ માં વરસાદી માહોલ-- પાટણ , સિધ્ધપુર માં ધોધમાર વરસાદ - બનાસકાંઠા અને અરવલ્લી માં વરસાદ આગામી ૧૪-૧૫ તારીખે ધોધમાર વરસાદ ની આગાહી *  

બુધવાર, 5 જૂન, 2019

ઘોઘાબાપજી અને નાગલોક




આપણી સંસ્ક્રૃતિમા વૃક્ષપૂજન,ગાયપૂજન કે નાગપૂજન માટે ચોક્કસ દિવસો આપણા ઋષિમુનિઓએ આપ્યા  છે . પશુ પ્રકૃતિ કે વનસ્પતિ નું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ બહેનો પીપળા કે વડનું પૂજન વોટ સાવિત્રી નું વ્રત કરે છે બોળ ચોથ એ ગાય પૂજન નો દિવસ છે. તુલસીનું પૂજન કે શીતળા સાતમે ચૂલા નું પૂજન અથવા નાગપાંચમે નાગદેવતાનું પૂજન ફરી માનવજાત ઉપર કરેલા ઉપકારો યાદ કરીએ છીએ.

   નાગપાંચમે પાણિયારે નાગનું ચિત્ર દોરી તલવટ ધરાવીએ છીએ ગામમાં ચરમાળીયા ની ડેરીએ દર્શન કરી શ્રીફળ તલવટનો પ્રસાદ કરીએ છીએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં નવરાત્રિના પહેલા દિવસની સાંજથી નાની દીકરીઓ માથે માટીના ગરબા લઈને નીકળતી ગામમાં ઘેર ઘેર જઈ ગરબાના ગીતો ગાય. એવી જ રીતે માટીમાંથી નાગ ની મૂર્તિ બનાવી પૂઠા નુ કે પત્રામાંથી મંદિર બનાવી નાગની મૂર્તિને અંદર સ્થાપી કોડિયુ મૂકી દીવો કરે .જેને ઘોઘો અથવા ઘોઘાબાપજી કહેતા.

  સૌરાષ્ટ્રના લોકજીવનમાં નાગપૂજાનો વણાઇ ગયેલો ઉત્સવ ઍટલે આ ઘોઘાબાપજીનો.હવે તો ખબર નહીં પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના ગામડે ગામડે ને ઘેર ઘેર ઉજવાતો.છોકરાઓ ઘોઘાબાપજી ની માટીમાં થી બનાવેલી પ્રતિમા લઇ ઘરે ઘરે ફરે. ગાતાં જાય કે:

              "ઘોઘા ઘોઘા ઘોઘ સલામ,

               નાથીબાઇના વિર સલામ

               ત્રામ્બીયો ખોટો,ઘોઘો રાણો મોટો,

                    ટોકરીના ટમકાર

                    ઘુઘરીના ઘમકાર

              આગલો બંધુકદાર,પાછલો ચોકીદાર

               તેલ દો ધૂપ દો ,બાવાને બે દામ દો

                      વાસંગી વધાવી લો."

         અસલના શબ્દો આ પ્રમાણે છે:

  "ઘોઘા ઘોઘા ઘોઘ ચવાણ,લાખીબાઇના વિર ચવાણ"

કોઈ કહેછે કે આ ગોગા કે ઘોઘાબાપજી-ઘોઘ ચૌહાણ વાગડના અથવા કોઇ એને રાજસ્થાનના કહે છે.લોકવાયકા પ્રમાણે મહમદ ગઝની સોમનાથનું મંદિર તોડી હિરા-ઝવેરાત લૂંટી લોકોને બાન પકડી જ્યારે કચ્છરાજસ્થાનના રણ પ્રદેશના રસ્તે ગઝની જવા નીકળ્યો ત્યારે ઘોઘ ચૌહાણ તેની પાછળ પડે છે તેની સાથે યુદ્ધમાં ખપી ગયેલ આ ઘોઘા વીર મરીને નાગ સર્જાય છે એવી માન્યતા હોવી જોઈએ . આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ સુરાપુરા કે પૂર્વ જ નાગ થઈ જન્મ લે છે હજુ પણ ગામડામાં નાગ નીકળે કે લોકો ઘોઘો નીકળ્યો એમ કહે છે ઉત્તર ગુજરાતમા ગોગ નારાયણ નું મંદિર છે ત્યાં સર્પપૂજા થાય છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ગામેગામ નાગના થાનકો છેે જે ચરમાળીયા તરીકે ઓળખાય છે ભાવનગર પાસે આવેલું નાગધણીમ્બા એક સમયે નાગપતન કે નાગ પાટણ તરીકે એક મોટી નગરી હતી એમ કહેવાય છે.થાન પાસે આવેલ વાસંગી દાદા નું મંદિર , કોઠી ગામે ખેતલીયા બાપાનું મંદિર વગેરે નાગપુજનના સ્થાનકો છે. કચ્છમાં આવેલું ભુજ ભુજીયા નાગ ઉપરથી વસેલું છે.

   પુરાણોના ઉલ્લેખ પ્રમાણે પાતાળલોકમાં ભોગવતી નદીને કાન્ઠે ભોગવતી નગરી હતી .અને તેનો વાસુકી નામે રાજા હતો.વેદોના ઉલ્લેખ પ્રમાણે વૈદિક સરસ્વતી નદીનું એક નામ ભોગવતી કહેલ છે. જે પ્રભાસક્ષેત્રના સાગરમાં મળતી.સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી દક્ષિણ સમુદ્રને મળતી હતી એવા વેદવાક્યનુ એ નદી  હીમાલયમાથી નીકળી રજપૂતાના અને ગુજરાતમાં થઈ ને સમુદ્રમા મળતી હતી એમ પુરાણો સમર્થન કરે છે.સરસ્વતી નદી ગુજરાત અને કાઠીયાવાડની વચ્ચે થઇ સમુદ્રને મળતી. કાઠીયાવાડ ગુજરાતની ભૂમિ સાથે જોડાયેલો નહોતો. એ દ્વીપકલ્પ ને બદલે બેટ હતો. મોટા ભૂકંપો અને જળપ્રલયને લીધે સરસ્વતી નષ્ટ થઇ અને પતિયાળાથી રાજસ્થાન અને ગુજરાતમાં નળકંઠા અને ખંભાત સુધી રણનો એક સુકો પટ્ટો મૂકતી ગઇ.ક્યાંક લુપ્ત થઇ ગઇ,ક્યાંક પ્રવાહ બદલાયો તો ક્યાંક ટુકડા થયા.આજની જે ભોગાવો નદી છે તે ભોગવતી પણ હોય શકે અથવા વૈદિક સરસ્વતીનો એક ભાગ પણ હોય શકે અને એમાં પણ આ જે ભોગાવો-ભોગવતી છે એને કાઠે નાગલોકો ની ભોગવતી નગરી પણ કદાચ તે સમયે હોય શકે.સૌરાષ્ટ્રમાં આ વાસુકી એ વાસંગી કે વાસંગજી ના નામે પૂજાય છે.

ટિપ્પણીઓ નથી:

વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ અને તેનુ...