ITIHAAS NA AMARBINDU

બે ત્રણ દિવસ ના આરામ પછી આજે અમદાવાદ માં વરસાદી માહોલ-- પાટણ , સિધ્ધપુર માં ધોધમાર વરસાદ - બનાસકાંઠા અને અરવલ્લી માં વરસાદ આગામી ૧૪-૧૫ તારીખે ધોધમાર વરસાદ ની આગાહી *  

મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2019

ખાંભડામાં બિરાજેલ શ્રી પિપરેશ્વ મહાદેવ

            પિપરેશ્વર મહાદેવ







ભગવાન શિવના લગભગ દરેક ગામમાં શિવાલય હશે. મંદિરમાં જ્યોતિર્લિંગની પૂજા થાય છે. ભગવાન શિવજી પત્રં, પુષ્પમ્ , ફૂલમ્ , તોયમ્ એટલે કે બિલ્લીપત્ર,  પુષ્પ, ફળ, કે પાણી અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે . 
    એવુ જ પુરાતનીય મંદિર બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં ખાંભડા ગામમાં આવેલુ પિપરેશ્વર મહાદેવ નું મંદિર આવેલુ છે. ઉતાવળી નદીની વચ્ચે ભગવાન ભોળીયોનાથ બિરાજમાન છે . પુરાતન મંદિરના સ્થાને હાલમાં તો નવનિર્મિત મંદિર છે . ત્યાં પુરાતનીય પિપર નુ વૃક્ષ આવેલુ હતુ તેના નામ ઉપરથી પીપરેશ્વરમહાદેવ નામ પડ્યુ . કાળક્રમે પીપર પડી જતાં તેના થડમાંથી હાલમાં બીજુ પિપરનુ વૃક્ષ ઉગ્યુ છે. 
   લોકવાયકા પ્રમાણે એક વખત જેસલ-તોરલ અહીં થઇને નિકળેલ તે આ જગ્યાએ રાતવાસો કરેલ. સવારે ઉઠી દાતણ કર્યા પછી દાતણની ચીર રોપેલ એ ચીરમાંથી પીપર ઉગેલી. 
બીજી દંતકથા એવી છેકે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યો. આઠ-આઠ દિવસની હેલી મંડાણી. નદીમાં ઘોડાપૂર આવ્યું હતું . શિવનું દેવળ નદી વચ્ચે હોવાથી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયુ. ત્યાં ઉંચો થાંભલો હતો જેના ઉપર ધજાઓ ફરકતી હતી તે થાંભલો એટલે કે ગામ લોકો તેને ધજાગરો કહે છે તે ધજાગરો પાણીના પૂરમાં તણાયો અને અમુક અંતર સુધી ગયા પછી પાણીમાં સામાં પુરે પાછો આવેલ એવી લોકવાયકા છે. તે થાંભલો હજી પણ ઉભો છે.  
   શ્રાવણ મહિનામાં અહીં ભક્તિસભર વાતાવરણ જોવા મળે છે તેમાય ખાસ કરીને સોમવારે ભગવાન શિવનું મુખારવિંદ ચડાવી દીપમાળા પ્રગટાવવામાં આવે છે.  ગામના નાના-મોટા તમામ આબાલ-વૃધ્ધ સૌ મંદિરે ભેગા થઇ સ્તુતિ-પ્રાર્થના , ધુન-ભજન કરી ભગવાનના ગુણગાન કરે છે. 
વડિલોના જણાવ્યા અનુસાર મુખારવિંદ કે મુખ અથવા મહોરું ચાંદીમાંથી બનાવી લીબડીસ્ટેટ ઠાકોર સાહેબ તરફથી દાનમાં મળેલ હતું. 
   મહાદેવના પરચા પણ ઘણા સાંભળવામાં આવ્યા છે. જુના વખતમાં ગામ લુંટવા પાળ ચડી આવતા. લોકોની સંપતી લુંટતા, મારતા અને ગામો સળગાવતા. એકવાર આ ગામ ઉપર પાળ ચડી આવવાનું હતું તેની આગલી રાતે ગામ ધણી ને સ્વપ્નમાં મહાદેવ આવીને કીધેલુ કે કાલે સવારે ગામ ભાંગવા લુંટારા આવશે પણ તેની સામે ગામની રક્ષા કરતા ગામલોકોની આગળ હું કાળે ઘોડે સવાર થઇ આવીશ અને રક્ષા કરીશ અને સાચે જ ગામની રક્ષા કરેલ. હજીપણ ગામલોકોની અતુટ શ્રધ્ધા જોવા મળે છે. ખાંભડા ગામ નદીને કાંઠે જ વસેલુ છે . ઘણી વખત નદીમાં પૂર આવ્યા પણ ભગવાન શિવ ની કૃપાએ આબાદ બચાવ થાય છે. 
    સૌની મનોકામના પુરી કરનાર એવા ભગવાન પિપરેશ્વર મહાદેવને નમસ્કાર કરી ધન્ય ધન્ય બનીએ
    .  .    .  .  જય પિપરેશ્વર મહાદેવ. . . . . . . . . . . . . . 


  





ટિપ્પણીઓ નથી:

વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ વેદોમાં સરસ્વતી નદી: ઋગ્વેદથી અથર્વવેદ સુધી ઉલ્લેખ અને તેનુ...