ITIHAAS NA AMARBINDU

happy new year2026 *  

શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

ગુજરાત ની ઇતિહાસ ગાથા

 મહાભારત કાળથી ગુજરાત નો ઇતિહાસ રહેલો છે. ભગવાન કૃષ્ણ અને યાદવોએ ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી છે.ગુજરાતના પશ્ર્ચિમ કિનારે આવેલું દ્વારવતી (દ્વારકા) માં વસવાટ કર્યો અને મહાભારત યુધ્ધમાં મહત્વ નું કાર્ય કરી ધર્મ નું સંસ્થાપન કર્યું. એ પછી લાંબા કાળસુધી ગુજરાતના ઇતિહાસ વિશે માહિતી મળતી નથી. 

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તેનો સુબો ગિરીનગર (જૂનાગઢ)નો વહીવટ કરતો તેવો ઉલ્લેખ સુવર્ણસિક્તા નદી પર બંધ બાંધવામાં આવ્યો કે સમારકામ કરાવ્યું તેવું એક લેખમાં મળ્યો છે. એ પછી અશોકના સમયમાં લખાયેલ શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. ગુજરાત મૌર્ય વંશ પછી ગુપ્તવંશની સત્તા નીચે આવે છે. રૂદ્રદામનનો લેખ પણ મળી આવ્યો છે. કુષાણ વંશ ના લેખો અને સિક્કાઓ પણ મળી આવ્યાં છે. એ પછી મિહિરકુળના તોરમાણની સત્તા નીચે ગુજરાત આવે છે. 

  ભટાર્ક નામના સેનાપતિ એ વલભીમાં મૈત્રેક વંશની સત્તા ની સ્થાપના કરી. મૈત્રેકવંશની સત્તા લગભગ ૨૫૦ થી ૩૦૦ વર્ષ સુધી રહી. તે સમયમાં વલ્લભી વિદ્યાપીઠ વિશ્વ પ્રસિધ્ધ વિદ્યાનું કેન્દ્ર હતી.

ચીની યાત્રી હ્યુયાનસંગ તે સમયમાં ભારતમાં આવ્યો હતો તેણે વલ્ભીના જાહોજલાલી ના વખાણ તેની નોંધપોથી માં કર્યાં છે. વલભી બૌધ્ધ અને જૈન ધર્મ નું કેન્દ્ર હતું. મૈત્રકવંશમા છ થી સાત રાજાઓ થયાં તેમાં ધ્રુવભટ પ્રખ્યાત રાજા થયો. મૈત્રક રાજાઓ નાં ઘણાબઘણાં તામ્રપત્રો મળી આવ્યાં છે. તે સમયમાં વલ્લભી પ્રખ્યાત બંદર હતું. વલભી સામ્રાજ્ય નો વિનાશ આરબોના આક્રમણ થી થયો એવું માનવામાં આવે છે. 

(ક્રમશ:)





ટિપ્પણીઓ નથી:

jay mataji jay shree ram