ITIHAAS NA AMARBINDU

happy new year2026 *  

રવિવાર, 23 સપ્ટેમ્બર, 2018

સિધ્ધરાજ અને રા'ખેંગાર

સોરઠના ચુડસમા અને અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓ વચ્ચે મુળરાજ વખતથી વેર ચાલ્યુ આવતું હતુ. જુનાગઢના રાજા રા'નવઘણે ઉમેટાના રાજાને મારી નાખવાની, ભોંયરાનો કોટ તોડી નાખવાની, પાટણનો દરવાજો તોડી પાડવાની, અને એક ભાટે મશ્કરી કરી હતી માટે તેના ગાલ ફાડી નાખવાની એવી ચાર પ્રતિગ્ના લીધી હતી, પણ મરતા સુધી પુરી થઇ શકસે નહી એવુ તેને લાગવાથી મરતી વખતે તેણે પોતાના ચાર છોકરાઓ ને બોલાવી ને કહ્યું કે મારા ચાર કામ કરવાના બાકી છે , તે કરવાની કોઇ કબુલાત આપે તો મારો જીવ ગતે જાય. ત્રણ છોકરાએ એક-એક કામ કરવાનુ માથે લીધુ પણ સૌથી નાનો છોકરો જે ખેંગાર હતો તેણે એકલાએ એ ચારે કામ કરવાનું વચન આપ્યું અને બાપના હાથમાં પાણી મુક્યું , એટલે તેને જુનાગઢનું રાજ્ય સોંપીને નવઘણ મરણ પામ્યો . આ ખેંગાર મહા શુરવિર અને સાહસિક હતો . ગાદીએ બેઠા પછી તુરત તેણે ભોંયરે આવી તેનો કિલ્લો તોડી પાડ્યો તથા તેના રાજાને મારી નાખ્યો . ત્યાંથી ઉમેટે જઇ ત્યાંના રાજાને માર્યો. પછી જ્યારે સિધ્ધરાજ માળવા ઉપર ચઢાઇ લઇને ગયો હતો ત્યારે તેણે પાટણ ઉપર ચઢી અાવી પાટણની પુર્વ બાજુનો દરવાજો તોડી પાડ્યો . તેના બહાદુરી ભરેલા કામથી તેના બાપની મશ્કરી ની કવિતા કરનાર પેલા ભાટે તેના બહુ વખાણ કર્યા ને તેને માટે કવિતાઓ બનાવી તે ઉપર થી ખેંગારે તેને બોલાવી તેના મોંમાં એટલા બધા હીરામોતી ભર્યા કે પાસે બેઠેલા લોકોએ કહ્યું કે , 'અરે એના ગાલ ફાટી ગયા ! ' ત્યારે ખેંગારે કહ્યુ કે , 'ભાટના ગાલ તો દાન આપીને ફડાય, એને મરાય નહી'. આમ તેના બાપને વચન આપ્યા પ્રમાણે ખેંગારે ચારે કામ પુરાં કર્યાં.
  રાણકદેવી વિષે એવી લોકકથા છે કે કોઇ દેશના રાજાને ત્યાં જન્મી ત્યારે એના જન્માક્ષર જોઇને જોષીઓએ કહ્યું કે એ કન્યાને જે વરશે તેનુ રાજ્ય મુળમાંથી ઉખડી જશે. આ ઉપરથી રાજાએ તે કન્યાને જંગલમાં મુકી દીધી . તે મજેવડી ગામના એક કુંભારને મળી, તેણે તેને ઘેર લઇ જઇ ઉછેરીને મોટી કરી. એ કન્યા તે રાણકદેવી. તે ખૂબ જ સ્વરુપવાન હતી. તે પદ્મીનિ સ્ત્રિ ગણાતી. એક વખત સિધ્ધરાજના ભાટ-કવિ ત્યાં ફરતા-ફરતા આવ્યા તેમણે એ કન્યાને જોઇ, અને સિધ્ધરાજ પાસે તેના રુપના વખાણ કર્યાં, તેથી સિધ્ધરાજે તે કન્યાનું માંગુ કર્યુ હતું. તે રાણકદેવી ની સાથે ખેંગાર પરણ્યો.
   સિધ્ધરાજ માળવેથી પાછો આવ્યો, સિઘ્ધરાજને ખબર પડી કે પોતાની સાથે સગાઇ કરેલી કન્યા જુનાગઢનો રાજા ખેંગાર પરણી ગયો. તેથી તે મોટુ લશ્કર લઇને આ જુનાગઢ ઉપર ચઢ્યો ને કિલ્લાને ઘેરો ઘાલ્યો. બાર વરસ સુધી ઘેરો રહ્યો પણ કિલ્લો લેવાણો નહી . છેવટે ખેંગારના ભાણેજો જેમને મામા સાથે અણબનાવ થયો હતો તેમણે કપટ કરીને દરવાજા ઉઘાડી આપ્યા, તેથી કિલ્લો સર થયો ને ખેંગાર લડતા મરાયો.  ખેંગાર બહુ બહાદુરીથી લડ્યો અને લડતા-લડતા મરાયો તથા તેની રાણી રાણકદેવીને જીવતી પકડી લીધી. તેને પોતાની સાથે પરણવાનુ કહ્યું , પણ તે તેણે માન્યુ નહી. ત્યારે તેના બે છોકરા હતા તેમને સિધ્ધરાજે તેની માના દેખતા મારી નાખ્યા. પાટણ જાતા સિધ્ધરાજે રાણકને સાથે લીધી અને પોતાનીરાણી થવા ઘણું સમજાવી તથા ધાક દેખાડી, પણ તે એકની બે નથઇ. તેણે ખેંગાર પાછળ સતિ થવાનુ જણાવ્યુ. રસ્તે જતા વઢવાણ આગળ ભોગવો નદીને કાંઠે ખેંગાર પાછળ સતી થઇ.
મરતી વખતે તેણે સિધ્ધરાજને શ્રાપ આપ્યો કે "તેં મારા છોકરા મારી નાખ્યા છે માટે તને પુત્ર નહી થાય".
 
  

jay mataji jay shree ram