ITIHAAS NA AMARBINDU

happy new year2026 *  

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

વાળીનાથ મહાદેવ


પાંડવ જ્યારે જુગારમાં રાજપાટ હારી ગયા પછી બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષે ગુપ્ત રહેવાનું. લોકવાયકા અનુસાર એ સમયે ધોળકા એ વૈરાટનગરી હતી. ગુજરાતમાં ઘણાંબધા તીર્થસ્થળો છે જે વનવાસ દરમ્યાન પાંડવ આવ્યા હોય અથવા તો મહાદેવના શિવલીંગનુ સ્થપન કર્યુ હોય કે પુજન કર્યુ હોય. જેમકે ભીમનાથ મહાદેવ, ભાવનગરની પાસે નિષ્કલંક મહાદેવ કોળીયાક વગેરે. 
   ગુપ્ત રહેવા માટે પાંડવોએ વિરાટનગર જવા નિકળ્યા ત્યારે હાલમાં જે જગ્યા વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે ત્યાં રાતવાસો કર્યો હતો અને શિવલીંગનુ સ્થાપન કરી પુજન કર્યુ હતુ એવી અહીના લોકોની માન્યતા છે. જે સાણંદ પાસે  કાણેટી ગામથી થોડે દુર ભગવાન વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. સ્થાનીક લોકોની માન્યતા પ્રમાણે આ સ્થળ પાંડવકાલીન માનવામાં આવે છે. શ્રાવણમાસ કે શિવરાત્રી દરમ્યાન આજબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે. 
    

ટિપ્પણીઓ નથી:

jay mataji jay shree ram